Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડીંગ જોઈ શકશો લાઇવ

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ‘સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ પર અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

Chandrayaan 3 Soft Landing LIVE Telecast

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન 3 મિશનના ચંદ્રની સપાટી પર ઉતરાણના સમયમાં ફેરફાર કર્યો છે, આ મુન લેન્ડર પેહલા સાંજે 5.47 કલાકે ચંદ્ર પર લેન્ડ થવાનું હતું, પરંતુ ઈસરોએ સમય બદલ્યો છે, અને હવે 23 ઓગષ્ટના રોજ 17 મીનીટના વિલંબ સાથે એટલે કે સાંજે 06.04 કલાકે ઉતરશે. ચંદ્રયાન 3 નું લેન્ડીંગ ઘણા પ્લેટફોર્મ પર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.


આ ક્ષણ ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ હશે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3ના લેન્ડિંગને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આ ક્ષણને લાઇવ જોવા માંગે છે. તમને જણાવી દઇયે કે ISRO ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. આ ઉપરાંત, તેનું લાઇવ સ્ટ્રીમિંગ અન્ય ઘણા પ્લેટફોર્મ પર પણ કરવામાં આવશે. જેથી દરેક વ્યક્તિ ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર ઉતરણ જોઈ શકશે.

આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે ISROને મોટી સફળતા મળી છે, ચંદ્રયાન 3 નું લેન્ડર ચંદ્રયાન 2ની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયું છે. વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરવા માટે તૈયાર છે, ચન્દ્રયાનને ચંદ્રની સપાટી પર લેન્ડીંગ માટે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, વિક્રમ લેન્ડરે બીજી વખત સફળ ડીબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે, હવે ચંદ્રથી લેન્ડરનું અંતર માત્ર 25 કિમી રહ્યું છે.

ચંદ્રની સપાટી પર લેન્ડ કર્યા પછી રોવર કુલ 14 દિવસ સુધી સંશોધન અને ડેટા એકત્ર કરશે, રોવર પ્રજ્ઞાનનું આયુષ્ય ચંદ્રના એક દિવસ જેટલું એટલે કે 14 દિવસ જેટલું છે. રોવર ચંદ્ર પર એલ્યુમિનિયમ, સીલીકોન, મેગ્નેશ્યીમ, પોટેશિયમ, ટાઈટેનીયમ, કેલ્શ્યમ અને આયર્ન સબંધિત માહિતી એકત્રિત કરશે.

પ્રોપલ્શન મોડ્યુલ વર્ષો સુધી કામ કરશે

ઈસરોના પૂર્વ વિજ્ઞાનિક વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જયારે ચંદ્રયાન 3 નું લોન્ચિંગ થયું હતું ત્યારે પ્રોપલ્શન મોડ્યુલમાં 1696.4 કિલોગ્રામ ફયુલ હતું, જે બાદ પ્રોપલ્શન મોડ્યુલના સહારે જ પૃથ્વીની ચારે બાજુ પાંચ વખત ઓર્બીટ બદલી હતી, ઓર્બીટ કરેકશનને મળીને છ વખત એન્જીન ઓન કરાયું હતું, જે બાદ ચંદ્રયાન 3 ચંદ્ર તરફ આગળ વધ્યું હતું.

જે બાદ ચંદ્રમાંની ચારેબાજુ છ વખત પ્રોપલ્શન મોડ્યુલ એન્જીન ઓન કરાયું હતું, કુલ મળીને 1546 કિલોગ્રામ ફયુલ ખતમ થયું, પૃથ્વીની ચારેબાજુ પાંચ વખત પ્રોપલ્શન મૉડ્યૂલના થ્રસ્ટર્સને ઓન કરાયું ત્યારે 793 કિલોગ્રામ ફ્યૂલ વપરાયું હતું. જે બાદ ચંદ્રની ચારેબાજુ પાંચ વખત ઓર્બિટને ઘટાડવા માટે થ્રસ્ટર્સ એટલે કે એન્જિન ઓન કરાયું. ત્યારે 753 કિલોગ્રામ ફ્યૂલ વપરાયું. કુલ મળીને 1546 કિલોગ્રામ ફ્યૂલ વપરાયું છે. હવે 150 કિલોગ્રામ ફ્યૂલ વધ્યું છે. એટલે કે 3થી 6 મહિના સુધી જ કામ નહીં કરે પરંતુ અનેક વર્ષો સુધી કામ કરી શકે છે.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url